Gujarat

હિંમતનગરમાં ભાડાના મકાનમાં ચાલતા દેહવેપાર પર AHTUની રેડ

સાબરકાંઠાના હિંમતનગરમાં સાબરડેરી નજીક એક ભાડાના મકાનમાં ચાલતા દેહવેપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે દરોડો પાડ્યો. પોલીસે એક યુવતીને દેહવેપારમાંથી મુક્ત કરાવી. દરોડામાં રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ 6,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.

હિંમતનગરના સમર્થ કોલેજ પાસે વ્હાઇટ હાઉસ ખાતે ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવાતો હોવાની બાતમી AHTUને મળી હતી. બાતમી સાચી જણાતા ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો. તપાસમાં દેહવેપાર ચાલતો હોવાનું સામે આવ્યું.

ગ્રાહક પાસેથી 1,000 રૂપિયા લઈ દેહસુખની વ્યવસ્થા કરાતી, જેમાંથી મહિલાને 500 રૂપિયા અપાતા હતા. આ મામલે રાજસ્થાનના રાજેન્દ્ર ગૌરીશંકર ડુંગર સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે.