Gujarat

અલ્પેશ બાંભણીયા ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ બન્યા: વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘે નિમણૂક કરી

વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ઋષિ ભારતી મહારાજે ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયાની નિમણૂક કરી છે. આ નિમણૂક સંગઠનની તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી.

અલ્પેશભાઈ બાંભણીયા ઉના નગરપાલિકાના સદસ્ય, કોળી સમાજના યુવા આગેવાન અને એ.કે. ગ્રુપના પ્રમુખ તરીકે જાણીતા છે. તેમની આ સંગઠનાત્મક જવાબદારીથી સમાજમાં વધુ સક્રિયતા આવશે તેવી અપેક્ષા છે.

આગામી દિવસોમાં તેઓ સમગ્ર જિલ્લામાં સમસ્ત કોળી ઠાકોર સમાજને વધુ સંગઠિત કરવા પર ભાર મૂકશે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે સમાજના હિતના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે. સામાજિક વિકાસ માટે જાગૃતિ લાવવા માટે પણ તેમણે કટિબદ્ધતા દર્શાવી હતી.

IMG_20260303_200432.jpg