Gujarat

જિલ્લાના ૧.૨૩ લાખ વિદ્યાર્થીના અપાર કાર્ડ બન્યાં નથી, શિષ્યવૃત્તિથી વંચિત રહેવું પડશે, વાલીઓમાં જાગૃતિનો અભાવ

તંત્ર નિંદ્રાધીન હોય ત્યારે જ આવી ઘટનાઓ બનવા પામે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) અંતર્ગત શરૂ કરાયેલા અપાર (ઓટોમેટેડ પરમેનન્ટ અકેડેમીક એકાઉન્ટ રજીસ્ટ્રી) કાર્ડને દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત બનાવવાનો હેતુ શિક્ષણ ડેટાને એકીકૃત અને પારદર્શક કરવાનો છે. જાેકે, ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં કુલ ૧,૩૩૯ શાળાઓ છે, જેમાં અંદાજે ૩,૨૯,૯૬૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. તેમાંથી માત્ર ૨,૦૬,૨૦૩ વિદ્યાર્થીઓના અપાર કાર્ડ જનરેટ થયા છે, એટલે કે માત્ર ૬૨.૪૯ ટકા કવરેજ થઇ શક્યું છે. પરિણામે લગભગ ૧.૨૩ લાખ વિદ્યાર્થીઓ હજુ અપાર સિસ્ટમથી બહાર છે. શાળાઓમાં અપાર કાર્ડ પૂર્ણ ન થવાના અનેક કારણો છે. પ્રથમ અને મુખ્ય કારણ ડેટા એન્ટ્રીમાં વિલંબ અને ભૂલો છે.

ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અથવા મોબાઇલ નંબરની વિસંગતતા હોવાથી અપાર જનરેશન અટકી ગયું છે. જિલ્લામાં ઓછામાં ઓછી ૮ શાળાઓમાં તો હજી સુધી ડેટા એન્ટ્રી જ શરૂ કરવામાં આવી નથી. જે સ્કૂલોમાં ઓછી કામગીરી થઇ છે તેનો ખુલાસો પુછવામાં આવશે. શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે જાે તાત્કાલિક વિશેષ કેમ્પ, ટેકનિકલ સપોર્ટ ટીમ અને વાલીઓ માટે જાગૃતિ અભિયાન શરૂ ન કરાય તો છઁછછઇ અમલીકરણનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ રહેશે.

અપાર આઇડીની કામગીરી પુરી નહીં થઇ શકવાનું કારણ શિક્ષકો અને શાળા સ્ટાફ પર વધારાનો વહીવટી ભાર છે. શિક્ષણ સિવાયની જવાબદારીઓ, પરીક્ષા કામગીરી અને સરકારી પોર્ટલ્સ પર સતત અપડેટ્સને કારણે અપાર પ્રક્રિયાને પૂરતું ધ્યાન મળી રહ્યું નથી. કેટલીક ગ્રામ્ય શાળાઓમાં તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ટેકનિકલ સપોર્ટનો અભાવ પણ મોટી અડચણ બન્યો છે. ઘણા વાલીઓમાં અપાર અંગે પૂરતી જાગૃતિ નથી. જેના કારણે તેઓ જરૂરી દસ્તાવેજાે આપવામાં વિલંબ કરે છે.