મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ અને મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા પર ગત રાત્રિએ હુમલો થયો હતો. આ ઘટના મુન્દ્રાના આદર્શ ટાવર નજીક બની હતી વિજયસિંહ જાડેજા આદર્શ ટાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડીને ટક્કર મારી હતી. જ્યારે વિજયસિંહ ગાડીમાંથી નીચે ઉતર્યા, ત્યારે હુમલાખોરોએ લાકડીઓ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

