Gujarat

પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ભાજપનો વિજય

પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા વિજયની ઉજવણી જામનગર શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આ વિજયોત્સવમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિજયના સમાચાર મળતા જ જામનગર ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઉજવણી કરી હતી. મહિલા મોરચાના બહેનો અને કાર્યકરોએ ગરબે ઘૂમીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી.

આ ઉજવણી દરમિયાન કાર્યકરોએ આતશબાજી કરી અને ફટાકડા ફોડી વિજયની ખુશી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. શહેરના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સમર્થકો પણ આ વિજયોત્સવમાં સહભાગી થયા હતા.