Gujarat

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં CM પતંગ ચગાવ્યો

‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાવ્યો

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-૪ ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જાેડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ૧૦ મિનિટ માટે પતંગ ચગાવી રવાના થયા છે. ઉત્તરાયણના પરંપરાગત ઉત્સાહ અને સાંસ્કૃતિક માહોલને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ પતંગોત્સવમાં રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ કાર્યક્રમ આનંદ અને મનોરંજનનું કેન્દ્ર બન્યો છે.

ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ નગરજનો સાથે પતંગ ઉડાવવાના આનંદમાં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને.

મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરાવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ,ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, વિદેશી પતંગબાજાે સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જાેડાયા હતાં.