Gujarat

ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઈ ભાઈઓ દ્વારા ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંને વચ્ચે અવારનવાર તકરાર થતી મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે પાર્થ ભૂમિમાં રહેતા દિલીપ સુરેશભાઈ પ્રજાપતિ સુશેન સર્કલ પાસે દાબેલી અને વડાપાવની દુકાન ચલાવે છે. ફરિયાદ મુજબ, બે વર્ષ અગાઉ તેમણે તરસાલી ખાતેની હોટલમાં પુત્રની બર્થડે પાર્ટી રાખી હતી. દરમિયાન મનીષ ભગવતભાઈ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

‘ગામમાં આવીને બતાવ’ કહીને મારી નાખવાની ધમકી આપી ગત 11મી તારીખે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં મનીષ પ્રજાપતિના પિતરાઈ ભાઈ અભિષેક વિનોદભાઈ પ્રજાપતિનો દિલીપભાઈને ફોન આવ્યો હતો.

અભિષેકે ગાળો આપી ધમકી આપતા વડોદરા આવીને તેમની ‘ગેરસમજ દૂર’ કરવાની વાત કરી હતી. ત્યારબાદ મનીષે ફોન પર ‘ગામમાં આવીને બતાવ’ તેમ કહી ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની તેમજ રૂ.50 લાખ આપ્યા તો પણ જીવતા નહીં છોડવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.