રાજકોટ ચાંદી ચોરીને અંજામ આપનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૧૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર બી.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાંથી થયેલ આસરે ૧૩૦ થી ૧૪૦ કિલો ચાંદી કિ.રૂ.૧,૬૨,૫૦,૦૦૦ ની ચોરી થયેલ જે અનુસંધાને રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૫(એ),૩૩૧(૪),૩૩૧(૫) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાને ડિટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ આ કામે ડી.સી.બી. પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા, વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, ડી.પી.ઝાલા, આર.કે.ગોહિલ ની ટીમના પોલીસ સ્ટાફના માણસો બનાવ વાળી જગ્યાની આસપાસના CCTV કેમેરા ચેક કરી તેમજ રૂટ મુજબના કેમેરાઓ ચેક કરી તેમજ ગાંધીનગર ત્રીનેત્રમની મદદથી તેમજ ટેકનીકલ સોર્સીસથી તેમજ ખાનગી રાહે મળેલ હકિકત આધારે ચોરીને અંજામ આપનાર ચોરીના ગુન્હામા ઉપયોગ કરેલ ક્રેટા કાર સાથે બે ઇસમો તેમજ ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (1) રતનસીંગ ધુખજી રાઠોડ રજપુત રહે.ધનીયાવાડા તા.દાંતીવાડા જી.બનાસકાંઠા (2) રાજુ ઉર્ફે રાજા કનુભાઇ ભોજક (કાઠી દરબાર) રહે.ઝરીયા તા.બોટાદ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

