Gujarat

રાજકોટ-કચ્છ અદાણી પોર્ટમાં થયેલ એલ્યુમીનીયમ તથા કોપર વાયરની ચોરીનો મુદ્દામાલ સાથે ૩ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ-કચ્છ અદાણી પોર્ટમાં થયેલ એલ્યુમીનીયમ તથા કોપર વાયરની ચોરીનો મુદ્દામાલ સાથે ૩ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર આજુ-બાજુના જીલ્લામાં ચોરીઓ થતી હોય જે ચોરીઓમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓ શોધી કાઢી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા તેમજ ચોરીઓમાં ગયેલ મુદ્દામાલની પુરેપુરી રીકવરી કરવાના પ્રયત્ન કરી મળી આવ્યે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા, કરણભાઈ કોઠીવાર તથા અરવીંદભાઈ ફતેપરા નાઓને ખાનગી રાહે તેમજ ચોકકસ સોર્સીસ થી મળેલ બાતમી હકીકત આધારે રાજકોટ-મોરબી હાઇ-વે રોડ પર આવેલ શિવ શકિત હોટલ પાસે જાહેર રોડ ઉપર આરોપીઓને ચોરી કરેલ કોપર તથા એલ્યુમીનીયમના ભંગાર ભરેલ ટ્રક સાથે પકડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કરવામાં આવેલ છે. (૧) જેતારામ પોકરરામ બલીયારા-જાટ ઉ.૫૦ રહે.ધવલ એગ્રો એક્ષ્પોર્ટ કંપની મારવાડી કોલેજની બાજુમાં રાજકોટ મુળ(રાજસ્થાન) (૨) પ્રીતેશ અમૃતલાલ રામાણી પટેલ ઉ.૨૮ રહે.ધનશ્યામનગર મુંદ્રા(કચ્છ) (૩) યુવરાજસિંહ નટુભા ઝાલા ઉ.૩૨ રહે.બાપા સીતારામનગર મુંદ્રા(કચ્છ). એલ્યુમીનીયમ તથા કોપર વાયરનો ભંગાર કિ.૪૬,૦૦,૦૦૦ ટ્રક નં.GJ-12-BV-7131 કિ.૧૦,૦૦,૦૦૦ કુલ કિ.૫૭,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260304-WA0017.jpg