રાજકોટ રિક્ષામા બેસાડી ગળામાંથી સોનાના ચેઇન સેરવી લેતા ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી
ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૩/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમા રિક્ષામા વૃધ્ધોને બેસાડી સોનાના ચેઇન તેમજ રોકડ રૂપિયા સેરવી(ચોરી) લેવાના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ આ કામે ડી.સી.બી. પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કિશનભાઇ પાંભર, કરણભાઇ કોઠીવાળ તથા મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે ઇસમ પાસેથી રિક્ષામા વૃધ્ધોને બેસાડી ચોરી કરેલ સોનાનો ચેઇન નંગ-૨ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. ધર્મેશભાઈ ધીરૂભાઇ ચૌહાણ ઉ.૩૨ રહે.જ્યોતી મહાદેવના મંદીર પાસે વાવેરા રોડ તા.રાજુલા જી.અમરેલી. એક સોનાનો પાઇપ ડિઝાઇન વાળો ચેઇન જેનું ટચ ૨૧.૯૦ કેરેટ તથા વજન -૧૪.૪૫૦ ગ્રામ કિ.૧,૯૫,૦૦૦ એક સોનાનો પાસી ડિઝાઇન વાળો ચેઇન જેનું ટચ-૨૧.૯૫ કેરેટ તથા વજન-૧૧.૮૪૦ ગ્રામ કિ.૧,૫૯,૫૦૦ કુલ કિ.૩,૫૪,૫૦૦ માલવીયાનગર પોલીસ સ્ટેશનના BNS કલમ-૩૦૩(૨) ૩(૫) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


