Gujarat

રાજકોટ લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે ઈસમો તથા બાળકિશોરને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે ઈસમો તથા બાળકિશોરને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૬/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમા બનેલ લુંટના બનાવ અંગે તાત્કાલીક ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય, સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેક્ટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ ડી.પી.ઝાલા. એ.એન.પરમાર, આર.કે.ગોહીલ, વી.ડી.ડોડીયા. એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાના આસપાસના CCTV કેમેરા ચેક કરી તેમજ રૂટ મુજબના કેમેરા ચેક કરી તેમજ ટેકનીકલ સોર્સીસથી તેમજ ખાનગી રાહે મળેલ હકીકત આધારે લુંટના ગુન્હાને અંજામ આપનાર બે ઈસમો તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગુનામા ઉપયોગ કરેલ બે મોટરસાઈકલ સાથે પકડી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) ધવલ ભોજાભાઇ પરમાર જાતે.અનુ.જાતી. ઉ.૨૩ રહે.મેટૉડા ગેટનં.૧ પાસે મેટોડા રાજકોટ (૨) ભરતભાઇ લાખાભાઇ રાઠોડ જાતે.કોળી ઉ.૨૬ રહે.મેટૉડા ગેટનં.૧ જીગ્નેશપાર્ક મકાન નં.૧૫ રાજકોટ. કાળા કલરનુ TVS રાઇડર મો.સા. જેના રજી.નં.GJ-03-PN-8404 કાળા કલરનુ સ્પેલેંડર મો.સા.જેના રજી.નં.GJ-10-CP-8959 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260216-WA0089.jpg