Gujarat

માળીયામાં નવી મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર કચેરીનો સમાવેશ કરવા માંગણી

માળીયા હાટીના ગામની બારોબાર અંદાજે બે કિલોમીટર દૂર તાજેતરમાં નવી બનાવાયેલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજીસ્ટર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે આ મુદ્દે આજે માળીયા હાટીના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સરકારે લોકોની સુવિધા માટે ગામની બારોબાર નવી આધુનિક મામલતદાર કચેરીનું ભવન નિર્માણ કર્યું છે, પરંતુ તેમાં સબ રજીસ્ટર કચેરીનો સમાવેશ ન થતાં અરજદારો, પક્ષકારો તેમજ વકીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દસ્તાવેજોની નોંધણી માટે સબ રજીસ્ટર કચેરી હજુ પણ જૂની જગ્યાએ જ હોવાથી અરજદારોને એક કામ માટે બે અલગ-અલગ સ્થળે જવું પડે છે. આ પરિસ્થિતિ સામે આજે માળીયા હાટીના બાર એસોસિએશનના તમામ વકીલો જુની કોર્ટ કમ્પાઉન્ડમાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું.