Gujarat

જસદણ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા, દર્શન કરી પ્રસાદ લીધો

જસદણ તાલુકાના કાનપર ગામમાં આવેલા ઝુંડવાળી ખોડીયાર માતાજીના મંદિરે શરદ પૂનમના દિવસે હવન અને યજ્ઞનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પૂજારી પ્રભાત પરીબાપુ અને તેમના પરિવારે માતાજીની વિધિપૂર્વક પૂજા કરી. મોટી સંખ્યામાં હાજર ભક્તોએ હવનમાં આહુતિ આપી ધાર્મિક વિધિમાં ભાગ લીધો.

શરદ પૂનમે કાનપર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લીધો. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.