બીલીમોરાના દેવસર નવનાથ ધામ ખાતે શરદ પૂર્ણિમાના દિવસે દુધોત્સવ ઉજવાયો. આ પ્રસંગે 3500 લીટર દૂધનો મહાપ્રસાદ તૈયાર કરાયો હતો. આ ઉત્સવમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

ભારતીય સનાતન સંસ્કૃતિમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા અનુસાર, આ દિવસે ચંદ્રના કિરણો દૂધમાં પડવાથી તે અમૃતમય બને છે. આ દૂધ આરોગ્યવર્ધક અને સુખાકારી માટે લાભદાયી મનાય છે.
નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂ. છોટેદાદા દ્વારા રાત્રે 12 વાગ્યે શાબરી મંત્રોચ્ચારણ સાથે જડીબુટ્ટી યુક્ત દૂધનો પ્રસાદ તૈયાર કરાયો. ભક્તોએ રાસ-ગરબા અને ભજન-કીર્તન કરી મધ્યરાત્રિએ પ્રસાદ ગ્રહણ કર્યો.

આ દુધોત્સવ છેલ્લા 60 વર્ષથી નવનાથ ધામમાં ઉજવાય છે. તેને “લિમકા બુક ઓફ રેકોર્ડસ” માં પણ સ્થાન મળેલું છે. શરદ પૂર્ણિમા નિમિત્તે અહીંની શુદ્ધ અને સાત્વિક ઘારી પ્રસાદ પણ પ્રખ્યાત છે.

