Gujarat

ચોર્યાસી વિધાનસભામાં ₹306 લાખના 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

ચોર્યાસી વિધાનસભાના વોર્ડ-30 (કનસાડ, સચિન, ઉન, આભવા) માં ₹306 લાખથી વધુના ખર્ચે પાંચ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ્સ સાકાર થશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી, હસમુખભાઈ નાયકા, રીનાદેવી રાજપુત, કાર્યપાલક ઈજનેર પરેશભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ તેજસભાઈ આહીર, મહામંત્રી મનોજસિંહ સોલંકી અને મુકેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દેસાઈએ ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.