સાયબર ગઠિયાઓ ડિફેન્સના અધિકારી અને ખાનગી બેંકના અધિકારી બની નાગરિકોને અલગ અલગ બહાના હેઠળ પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા અને અસારવામાં સ્પોર્ટ્સના સાધનોનું વેચાણ કરનાર વેપારીને 15 ઓગસ્ટના રોજ ગિફ્ટ માટે 30 બેટ અને બોલના સાધનો આપવાના હોવાનું કહીને માલ મંગાવી લીધો હતો.
ત્યારબાદ પેમેન્ટ થતું નથી જેથી અલગ અલગ પેમેન્ટ કરાવી કુલ 3.24 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં મેળવી લીધા હતા. જ્યારે નિકોલ વિસ્તારમાં રહેતા વેપારીને પણ બેંકના કર્મચારીની ઓળખ આપી KYCના નામે ડેબિટ કાર્ડની વિગતો મેળવીને ₹4.57 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે બન્ને કિસ્સામાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગિફ્ટ આપવા બેટ-બોલની જરૂર હોવાનું કહી સામાન મંગાવ્યો શહેરના શાહીબાગ વિસ્તારમાં શુભ પ્રયોગ સોસાયટીમાં રહેતા અને અસારવામાં કેસીનો સ્પોર્ટ્સ નામથી વેપાર કરતાં પ્રદીપ જઈને 14 ઓગસ્ટના રોજ દીપક પવાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે આર્મી કેન્ટોનમેન્ટમાંથી વાત કરે છે તેમ કહી 15 ઓગસ્ટના રોજ ગિફ્ટ આપવા 30 બેટ-બોલની તાત્કાલિક જરૂરિયાત છે. તેણે ડિફેન્સનું આઈકાર્ડ આધારકાર્ડ અને કેન્ટીનનું સ્માર્ટ કાર્ડ મોકલી અને કેન્ટોનમેન્ટના ગેટ નંબર એક પાસે સામાન લઈને આવી ફોન કરવા જણાવ્યું હતું.
માલ મોકલ્યા બાદ પેમેન્ટમાં ગલ્લા-તલ્લા કર્યાં પ્રદીપભાઈ તેમની વિશ્વાસમાં આવી ગયા હતા અને ત્યારબાદ તેમણે 84 હજારનો માલ મોકલી આપ્યો હતો. ત્યાં જઈને ફોન કરતા આ પેમેન્ટ માટે ઉપરી અધિકારી મેજર કુલદીપસિંહ તેમને મોકલી આપશે અને ત્યારબાદ તેઓએ પેમેન્ટ પ્રોસેસ કરવાના નામે પહેલા પાંચ રૂપિયા અને બાદમાં 10 રૂપિયા મંગાવ્યા હતા. 84900નું તેઓએ પેમેન્ટ કરી દીધું છે ટેકનિકલ કારણોસર નથી બતાવતું એમ કહી અને બાદમાં બીજું ₹14, 900નું પેમેન્ટ કરાવડાવ્યું હતું.

