Gujarat

રાજકોટ અલગ-અલગ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરેલ આરોપીઓને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન.

રાજકોટ અલગ-અલગ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરેલ આરોપીઓને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૧૮/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ વી.જી.ડોડીયા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગ મા હોય દરમિયાન વિરદેવસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પ્રાદીત્યસિંહ ઝાલા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોહીત, અક્ષય તથા કશ્યપ નામના ત્રણ વ્યકિતઓએ મળી રાજકોટ ના અલગ-અલગ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરેલ હોય જે બાતમી આધારે ઉપરોકત ત્રણેય ઇસમોને સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રોડ થી ટીટોડીયા આવાસ યોજના જતા રોડ પરથી પકડી પાડી ઇસમો પાસે રહેલ મોટરસાયકલ બાબતે યુકિત-પ્રયુકિત ની પૂછપરછ કરતા ત્રણેય એ મળી માલવીયાનગર પો.સ્ટે. વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી એક સાઇન મો.સા. જેના રજી.નં.GJ-03-KJ-0549 તથા એક સ્પ્લેન્ડર મો.સા. જેના રજી.નં.GJ-32-N-3191 અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ મંદીર ની સામે આવેલ લવ ટેમ્પલના બગીચા પાસેથી એક એકસેસ મો.સા. ચોરી કરેલની કબુલાત આપેલ હોય જેથી ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) મોહીત ચનાભાઇ સોલંકી રહે.મારૂતીનગર શેરીનં.ર વિશ્વેશ્વર મંદીરની પાછળ રાજકોટ (૨) અક્ષય મહેશભાઇ વ્યાસ ઉ.૨૨ રહે.નવલનગર શેરીનં.૩ વાછડાદાદાના મંદીર પાસે રાજકોટ મુળ.વાવડા તા.જસદણ જી. રાજકોટ (૩) કશ્યપભાઇ શૈલેષભાઇ જોષી રહે.ચંદન પાર્ક રાજકોટ (૪) યુવરાજસિંહ વજુભા જાડેજા રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં.૨૦ મીલ કોલોની વાંકાનેર જી.મોરબી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260219-WA0000.jpg