Gujarat

રાજકોટ ઓટો રીક્ષામાં પેસેન્જરના રૂપીયા ચોરી કરતી ગેંગને પકડી ૧૫ જેટલી ચોરીઓની કબુલાત આપી થોરાળા પોલીસ સ્ટેશન.

રાજકોટ ઓટો રીક્ષામાં પેસેન્જરના રૂપીયા ચોરી કરતી ગેંગને પકડી ૧૫ જેટલી ચોરીઓની કબુલાત આપી થોરાળા પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેરમાં રીક્ષા તથા અન્ય પેસેન્જર વાળા વાહનોમાં પેસેન્જર બેસાડી બાદ પેસેન્જરના પાકીટ (રૂપીયા) ચોરીના બનતા ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ રાજકોટ શહેરમાં બનતા ધરફોડ ચોરી તેમજ વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી તથા પેસેન્જરના પાકીટ (રૂપીયા) ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક ગુન્હોઓ ડીટેકટ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય. આર.કે.ગોહીલ ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિજયરાજસિંહ જાડેજા તથા પ્રતિકસિંહ રાઠોડ, તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા ને મળેલ ખાનગી રાહે હકીકતના આધારે સીવીલ હોસ્પિટલ ચોક ખાતે પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપીયાની ચોરી કરતી ગેંગને ઓટો રીક્ષા સાથે બે ઇસમો તેમજ એક મહીલાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) કિશન ઉર્ફે કિસલો મગનભાઇ ભાંભળીયા વાંજા ઉ.૨૭ રહે.માલધારી સોસાયટી શેરીનં.૩ રાજકોટ મુળ ખાવડી ગેસનો પેટ્રોલપંપની બાજુમાં રાજકોટ (૨) વિરલ ઉર્ફે વિરૂ ગોવીંદભાઇ ઉદસ વાંજા ઉ.૨૬ રહે.નવાગામ રંગીલા સોસા. ૫૦ વારીયા ઢાળ ઉપર રાજકોટ (૩) હિના શરીફભાઇ મેમણ ડોસાણી ઉ.૨૫ રહે.ભગવતીપરા પોલીસ ચોકી પાસે શેરીનં.૪ રાજકોટ. થોરાળા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૩(૨), ૫૪ મુજબ ઓટો રીક્ષા બજાજ કંપનીની મેકસીમાં રજી.નં.GJ-03-CT-1639 કિ.૧,૨૦,૦૦૦ સહિત કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260225-WA0050.jpg