સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ગત રાત્રિના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જેના પરિણામે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
પ્રાંતિજ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રી સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમના મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવાપુરા ડંપિંગ સાઇટ પર ગત રાત્રીએ આગ લાગી હતી.જેમાં કચરાની ગાસડીઓ બનાવી હતી, તે આગમાં લપેટાઈ ગઈ હતી. રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

