Gujarat

ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ:૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૩૫૪ કરોડની સ્કોલરશીપનું વિતરણ

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીને સ્કોલરશીપનું વિતરણ

કાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને ?૩૫૪ કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આંકડા મુજબ વર્ષ ૨૦૨૩-૨૪થી અત્યાર સુધીમાં કુલ ૨૭.૬૧ લાખ વિદ્યાર્થીઓને ?૧૮૭૧.૭૧ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

નમો લક્ષ્મી અને સરસ્વતી યોજના

નમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫થી અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ?૧૪૩૮.૦૬ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. સાથે જ ૮૦ ટકા હાજરી ધરાવતી વિદ્યાર્થીનીઓને માર્ચ ૨૦૨૬ સુધીમાં ?૨૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવશે. બીજી તરફ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ૧.૫ લાખથી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ?૨૨૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જેમાંથી ૮૦ ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને આગામી તબક્કે ?૬૦ કરોડથી વધુની રકમ આપવામાં આવનાર છે.

મેરિટ આધારિત સ્કોલરશીપ યોજનાઓ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૭૫,૦૦૦ વિદ્યાર્થીઓને ?૧૧૯.૧ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે અને બીજા સત્ર માટે ?૫૭ કરોડથી વધુની ચુકવણી થવાની છે. ઉપરાંત, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ ૯૦,૦૦૦ વિદ્યાર્થીઓને ?૯૪.૫૫ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જ્યારે આગામી તબક્કે ?૩૬ કરોડથી વધુની ચુકવણી કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન

રાજ્યમાં Student Startup and Innovation Policy (SSIP 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કલ્ચર વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને તેમના સ્ટાર્ટઅપ અથવા ઇનોવેશન આઈડિયા માટે ?૨૦,૦૦૦ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા નેશનલ સ્ટાર્ટઅપ ડે ૨૦૨૫ કાર્યક્રમ દરમિયાન ૧૧૦ વિદ્યાર્થીઓને ?૩.૨૨ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા કક્ષાએ ૭૩૫ વિદ્યાર્થીઓને ?૬૯.૬૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

રાજ્ય સરકારની આ યોજનાઓ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા અને આર્ત્મનિભરતા વધારવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ગુજરાતમાં શિક્ષણ સાથે નવીનતા તરફ આગળ વધતા વિદ્યાર્થીઓ માટે આ પહેલ એક મજબૂત આધાર બની રહી છે.