Gujarat

અમદાવાદમાં પત્ની જમવાનું ના આપે ને દીકરો મારઝૂડ કરતો, પેન્શન આપવા દબાણ કરતા

SRPમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરને નિવૃત્તિ બાદ પત્ની, દીકરા અને સાળીએ ત્રાસ આપતા આપઘાત કર્યો છે. નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટરે બોલેરો પીકઅપ ડાલામાં ઝેર પીને આપધાત કરી લીધો છે. નિવૃત્તિ બાદ પોલીસ ઈન્સ્પેક્ટરને પત્ની જમવાનું આપતી નહોતી અને દીકરો માર મારતો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિવૃત્ત PIના ભાઈએ ભાભી-દીકરા અને સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા રામબાગ આવાસ યોજનાના મકાનમાં રહેતા નરેશ પરમારે સોલા પોલીસ સ્ટેશનમાં કૈલાસ પરમાર, મનોજ પરમાર ( રહે, સહજાનંદ સ્પર્શ, ગામ પેથાપુર, જીલ્લો ગાંધીનગર), ઉષા પરમાર વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે.

નરેશ પરમાર સંયુક્ત પરિવારમાં રહે છે અને સિનિયર સિટીઝનની સેવાચાકરી કરે છે. નરેશ પરમારના મોટાભાઈ જ્યંતિભાઈ પરમાર પેથાપુર સહજાનંદ સ્પર્શમાં રહેતા હતા. જંયતિભાઈ વર્ષ 2020માં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા હતા અને તેમની પત્નીનું નામ કૈલાસબેન તેમજ દીકરાનું નામ રજની અને મનોજ છે.

બંને દીકરા માટે ફ્લેટ ખરીદ્યા હતા જ્યંતિભાઈ નિવૃત થયા ત્યારથી વર્ષ 2022 સુધી તેમને ઘરમાં સારી રીતે રાખવામાં આવતા હતા. જ્યારે તે પોલીસ ઈન્સ્પેક્ટર હતા ત્યારે તે સેક્ટર 28માં સરકારી ક્વોટર્સમાં રહેતા હતા. ત્યારબાદ તેમને બંને દીકરાઓ માટે બે ફ્લેટ ખરીદી કર્યા હતા. એક ફ્લેટ કૈલાસબેનના નામે સંયુક્તમાં લીધો હતો જ્યારે બીજો ફ્લેટ રજનીના નામે લીધો હતો.જ્યંતિભાઈના સાળી ઉષા પણ અવારનવાર ઘરે અવરજવર કરતી હતી.