Gujarat

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું-જાગૃત યુવાનો-રહિશો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર, કાયમી ઉકેલની માંગ

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું-જાગૃત યુવાનો-રહિશો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર, કાયમી ઉકેલની માંગ

પ્રશ્નો નહીં ઉકેલાય તો મહિલાઓ સાથે કોંગ્રેસ કરશે આંદોલન: વિનોદ ઠાકોર

શંખેશ્વર ગામમાં પીવાના પાણીની અનિયમિતતા, જાહેર માર્ગો પર ફેલાયેલો કચરો તેમજ ભૂગર્ભ ગટરોની સમસ્યાને લઈ ગામલોકોમાં રોષ ફેલાયો છે. આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ગામના જાગૃત યુવાનો અને રહિશોએ તાલુકા પંચાયત ખાતે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
આવેદનમાં ગામમાં પીવાના પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા, જાહેર માર્ગો પરનો કચરો દૂર કરાવવા તેમજ ભૂગર્ભ ગટરો નિયમિત રીતે સાફ કરાવી સ્વચ્છતા જાળવવા માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે કોંગ્રેસ યુવા અગ્રણી અને પ્રદેશ ડેલીગેટ વિનોદ ઠાકોરે જણાવ્યું હતું કે, જો શંખેશ્વરમાં પીવાના પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20260328-WA0078.jpg