વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ માટે જાતિ, આવક અને ઈઉજી સહિતના પ્રમાણપત્રો હવે ઓનલાઈન
રાજ્ય સરકાર દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વધુ વેગ આપીને કલ્યાણકારી અને શૈક્ષણિક યોજનાઓ માટેના જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલના પરિણામે છેલ્લા ચાર મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ ‘સુગમ ડિજિટલ ગુજરાત‘ પોર્ટલ મારફતે આ ઓનલાઈન સેવાઓનો સફળતાપૂર્વક લાભ મેળવ્યો છે તેમ વિકસતી જાતિ કલ્યાણ નિયામકની યાદીમાં જણાવાયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં ‘સુગમ ડિજિટલ ગુજરાત‘ પહેલ શરૂ કરવામાં આવી છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ‘સુગમ ડિજિટલ ગુજરાત‘ પોર્ટલ મારફતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો (ઈઉજી) માટેનું પાત્રતા પ્રમાણપત્ર, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, વિચરતી-વિમુક્ત જાતિ પ્રમાણપત્ર તેમજ આવકનું પ્રમાણપત્ર જેવા વિવિધ પ્રમાણપત્રો હવે નાગરિકો સરળતાથી ઓનલાઈન મેળવી શકશે.
આ ડિજિટલ પહેલના પરિણામે હવે નાગરિકોને સાત મહત્વપૂર્ણ પ્રમાણપત્રો મેળવવા માટે સરકારી કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહીં. નાગરિકો ઘરેબેઠા આ પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજી કરી શકશે અને ી-જીૈખ્તહ ધરાવતા ડિજિટલ પ્રમાણપત્રો સીધા જ ઓનલાઈન મેળવી શકશે. આ ઉપરાંત, આ પ્રમાણપત્રો ઉરટ્ઠંજછॅॅ અને ડ્ઢૈખ્તૈ ન્ર્ષ્ઠાીિ જેવા સુવિધાજનક માધ્યમો પર પણ ઉપલબ્ધ થશે, જેથી નાગરિકો તેને સુરક્ષિત રાખીને ગમે ત્યારે સરળતાથી ઉપયોગમાં લઈ શકશે.
આ સુવિધાથી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને મોટી રાહત મળશે. એડમિશન, સ્કોલરશિપ અને ભરતી પ્રક્રિયામાં જરૂરી એવા આ પ્રમાણપત્રો હવે દસ્તાવેજાેની ચકાસણી બાદ તુરંત જ ી-જીૈખ્તહ સાથે ઓનલાઈન મળી જશે. પરિણામે વહીવટી વિલંબ ઘટશે, સમગ્ર સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને નાગરિકોને તમામ શૈક્ષણિક તેમજ રોજગારલક્ષી સેવાઓ સમયસર પૂરી પાડી શકાશે.
રાજ્ય સરકારના આ સરાહનીય ર્નિણયને નાગરિકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે વિકસતી જાતિ કલ્યાણ નિયામક શ્રી વિક્રમસિંહ જાદવે રાજ્યના તમામ નાગરિકો આ પ્રમાણપત્રો માટે સરકારી કચેરીઓમાં જવાને બદલે https://www.digitalguja®a.gov.in/Services/SugamDGAbhiyanServices.aspx પોર્ટલ પર ઉપલબ્ધ ડિજિટલ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે.

