ઓએસિસ IVF એન્ડ ફર્ટિલિટી દ્વારા આયોજિત ‘ઓએસિસ જનની યાત્રા’ અંતર્ગત મોબાઈલ ફર્ટિલિટી ક્લિનિક મંગળવાર, 28 જુલાઈના રોજ પાદરા ખાતે પહોંચ્યું હતું. આ ક્લિનિક જાસપુરા રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં નવકાર સ્ત્રીઓ તથા બાળકોની હોસ્પિટલ, બીજા માળે કાર્યરત કરાયું હતું. સંતાનસુખની આશા રાખતા દંપતીઓ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યલક્ષી કેમ્પનું ઉદ્ઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓએસિસ IVF એન્ડ ફર્ટિલિટીના ડૉ. પૂર્ણિમા માથુર, નવકાર હોસ્પિટલના ડૉ. રાજુલ તેલી, ડૉ. જય તેલી તેમજ ઓએસિસની ટીમમાંથી મયુર સુથાર, નિખિલ પારેખ અને ટેક્નિશિયન ટીમ ઉપસ્થિત રહી હતી.
કેમ્પમાં નિઃશુલ્ક નિષ્ણાત પરામર્શ, રજીસ્ટ્રેશન અને ફર્ટિલિટી સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મહિલાઓ માટે AMH ટેસ્ટ અને પુરુષો માટે વાયરલ માર્કર્સ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, IVF સારવાર પર રૂ. 30,000 સુધીની વિશેષ છૂટ, IUI માત્ર રૂ. 1,999માં તેમજ પસંદગીના દર્દીઓ માટે નિઃશુલ્ક સેકન્ડ ઓપિનિયનની સુવિધા પણ ઉપલબ્ધ હતી.

ઓએસિસ IVF એન્ડ ફર્ટિલિટી છેલ્લા 16 વર્ષથી આધુનિક ટેક્નોલોજી, અનુભવી નિષ્ણાતો અને દર્દીકેન્દ્રિત સેવાઓ દ્વારા હજારો પરિવારોના જીવનમાં ખુશીઓ લાવવાનું કાર્ય કરી રહી છે. ‘ઓએસિસ જનની યાત્રા’ જેવા અભિયાન દ્વારા સંસ્થા શહેરો ઉપરાંત નાના વિસ્તારો સુધી નિઃશુલ્ક માર્ગદર્શન અને અદ્યતન ફર્ટિલિટી સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

