કપડાં ઉતારી નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કર્યો, જૂનાગઢ પોલીસે આરોપી યુવકને દબોચ્યો
જૂનાગઢના દાતાર રોડ પર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી, અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં ૪૫ વર્ષીય પુરુષને તાંત્રિકવિધિ માટે ‘બાપાની વિધિ છે’ કહીને અપહરણ કરીને લઈ ગયો, ત્યારબાદ ર્નિવસ્ત્ર કરી ને યુવકે નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કર્યા અને ઠાઠડીમાં બાંધીને પ્રાઈવેટ પાર્ટમાં ડામ આપ્યા હતાં. આ ગંભીર ગુનામાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સાગર ચૌહાણને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.
પીડિતના ઘરે પહોંચ્યો હતો અને ફળિયામાં પડેલી ગાડી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી તોડફોડ કરી હતી. તેણે બૂમો પાડીને ધમકી આપી હતી કે, ‘તારા બાપને બહાર કાઢ, તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજાે‘. આરોપી જ્યારે ભૂંડી ગાળો આપી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
ફરિયાદી ૪૫ વર્ષીય પુરુષે પોલીસમાં નોંધાવેલી આપવીતી મુજબ, ગત ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ચારેક વાગ્યે આરોપી સાગર ચૌહાણ ભોગબનનારના ઘરે આવ્યો હતો. સાગરે ભોગબનનારને વિશ્વાસમાં લઈ કહ્યું કે, ‘મારા બાપાની વિધિ છે, તમે મારી સાથે ચાલો.‘ પરિચિત હોવાના કારણે ભોગબનનાર તેની મોટરસાયકલ પર બેસી ગયા હતા. જાેકે, સાગર તેમને તેના ઘરે લઈ જવાને બદલે અવાવરુ રસ્તે લઈ જવા લાગ્યો હતો. પીડિતે વિરોધ કરતા સાગરે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈ નશાકારક વસ્તુ સુંઘાડી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા.
બીજા દિવસે સવારે ભોગબનનાર જ્યારે ભાનમાં આવ્યા, ત્યારે તેઓ દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલી એક અવાવરુ જગ્યાએ ઠાઠડી પર દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં. આરોપીએ અંધશ્રદ્ધામાં અંધ બની પીડિતને અર્ધનગ્ન કરી તેમના બંને હાથ, પીઠ અને ગુપ્ત ભાગો પર ગરમ વસ્તુ વડે ડામ આપ્યા હતાં. એટલું જ નહીં, માથાના વાળ પણ ર્નિદયતાથી ખેંચી કાઢ્યા હતા. પરિવારજનોએ તેમને આ હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતાં.
આ ભયાનક બનાવની જાણ થતા જ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પીડિતે સ્વસ્થ થઈને ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સાગર મનુભાઈ ચૌહાણ (રહે. વાણંદ સોસાયટી, જૂનાગઢ)ને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, હત્યાની કોશિશ સમાન અત્યાચાર, છરી બતાવી ધમકાવવા અને તોડફોડ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ વિધિ પાછળ અન્ય કોઈ તાંત્રિક કે સહયોગીઓની સંડોવણી છે કે કેમ.. ભોગ બનનારે જણાવ્યું હતું કે, સાગર મનુભાઈ ચૌહાણ નામનો એક શખ્સ, જે દેવીપૂજક છે અને ગણેશનગરના ખૂણા પર રહે છે, તે મને ઘરકામ આપવાના બહાને મારા ઘરેથી બોલાવીને અહીં લઈ આવ્યો હતો. અહીં આવ્યા પછી તેણે અચાનક મારા પર હુમલો કર્યો અને મને અત્યંત ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો હતો. તેણે મને ર્નિવસ્ત્ર કરી દીધો અને મારા શરીર પર તેમજ પ્રાઈવેટ પાર્ટ પર ડામ પણ આપ્યા હતા. મને પાંસળીઓ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મને મરવા જેવી હાલતમાં અહીં જ છોડી દીધો હતો.
પીડિતે જણાવ્યું હતું કે, સદનસીબે મારા પરિવારજનોને ખબર પડતા તેઓ અહીં આવ્યા અને મને રીક્ષામાં ઘરે લઈ ગયા, જ્યાં મારી હાલત જાેઈને બધા રડવા લાગ્યા હતા. ત્યારબાદ મેં બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર લીધી અને મને ત્યાંથી રજા મળ્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે. શરૂઆતમાં તો માત્ર એક જ વ્યક્તિ મારી પાસે આવ્યો હતો, પરંતુ પાછળથી તેણે અન્ય કોઈને બોલાવ્યા હતા કે કેમ તેની મને જાણ નથી.

