લાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ટીનુભા જાડેજાને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી મળી છે. આ બઢતીથી લાલપુર પોલીસ સ્ટેશન સહિત સમગ્ર પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છે. ટીનુભા જાડેજાને બઢતી મળ્યા બાદ લાલપુર પોલીસ સ્ટેશનમાં પ્રમોશન પિપિંગ સેરેમની યોજાઈ હતી.
આ સેરેમનીમાં PSI એસ.પી. ગોહીલ સાહેબે ટીનુભા જાડેજાને ASI તરીકેના બેજ લગાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે લાલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સહકર્મીઓએ ટીનુભા જાડેજાને બઢતી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટીનુભાની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ આપી હતી. આ બઢતીથી પોલીસ સ્ટાફમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

