Gujarat

કડોદરામાં ₹10.73 લાખનો દારૂ-મુદ્દામાલ ઝડપાયો

કડોદરા GIDC પોલીસે પુઠ્ઠાની આડમાં લઈ જવાતો ₹10.73 લાખથી વધુનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. રામાણી અને એ.એસ.આઈ. દીપક મહાલેને સંયુક્ત બાતમી મળી હતી કે સેલવાસથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ચલથાણ મારફતે સુરત લઈ જવામાં આવી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે ચલથાણ બજાર બસ સ્ટેન્ડ નજીક નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો આઈસર ટેમ્પો (નંબર DD-01-K-9733) આવતા તેને રોકવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક જીતલાલ ભારતીયને ઝડપી પાડ્યો હતો.