વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર ચિકોદરા ગામ નજીક આપેશ્વર મહાદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી અને કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પોપકોર્નની આડમાં છુપાવેલા દારૂનો જથ્થો ભરેલા ટ્રક સહિત રૂ. 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોપકોર્નના બોક્સની આડમાં દારૂની હેરાફેરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે પર પાર્ક કરાયેલા ટાટા કંપનીના ટ્રક કન્ટેનરમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે રેડ કરી હતી અને તપાસ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તેમજ પોપકોર્નના બોક્સ અને ટ્રક સહિત કુલ 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી સલીમ શેર મહંમદ મુસ્લિમ ઝડપાઈ ગયો છે. જ્યારે દારૂ મોકલનાર વિકાસ રાજેન્દ્રકુમાર ગુપ્તા (રહે.દિલ્હી) અને અન્ય અજાણ્યા આરોપીઓ પકડાયા નથી. જેથી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

