Gujarat

સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી

જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં સાંસદ પૂનમબેન માડમે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન સાંસદે દર્દીઓને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમણે હોસ્પિટલની સારવાર અને અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે તાત્કાલિક જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જરૂરી સૂચનાઓ આપી હતી.

સાંસદ પૂનમબેન માડમની આ મુલાકાત સમયે જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન નંદની દેસાઈ સહિત વિવિધ વિભાગોના એચઓડી અને ડોકટરોની ટીમ હાજર રહી હતી.

પૂનમબેન માડમે દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમની સમર્પિત સેવાઓની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.