પશ્ચિમ રેલવેએ નવસારીવાસીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા જયપુર-બાંદ્રા વીકલી એક્સપ્રેસ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશને સ્ટોપેજ મળ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે.
ટ્રેન પ્રથમવાર નવસારી સ્ટેશને પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરાયું. આગેવાનો અને ભાજપ કાર્યકરોએ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી. આ ટ્રેન રાજસ્થાની સમાજ અને પર્યટકો માટે દિવાળીની ભેટ સમાન છે.

આ પ્રસંગે છોટુભાઈ પાટીલ, ભાજપ જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો હાજર રહ્યા. ચેમ્બર ઓફ કોમર્સ અને ક્રેડાઈના સભ્યો પણ ઉપસ્થિત હતા. સૌએ નવસારીની પ્રખ્યાત ઘારી ખવડાવી ઉજવણી કરી.
જયપુર-બાંદ્રા ટર્મિનસ વીકલી એક્સપ્રેસ ટ્રેન દર સોમવારે નવસારી સ્ટેશને થોભશે. સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને રેલવે પેસેન્જર એસોસિએશનની રજૂઆતો બાદ આ સ્ટોપેજ મળ્યું છે.

