સાવલી તાલુકાના નટવરનગર ગામે આવેલી વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વર્ગખંડો રૂ. 55 લાખના ખર્ચે નિર્માણ પામ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે આ વર્ગખંડોનું લોકાર્પણ કરાયું હતું. આ નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે.

આનાથી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

