Gujarat

માથા ફરેલા નાગા સાધુ શિવગીરીને હાઈકોર્ટથી રાહત નહીં

શિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં ૫ દિવસીય મેળાનું આયોજન થાય છે, જેમાં શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓને મૃગીકુંડમાં નાહવાનો મહિમા છે. પરંતુ સાધુઓમાં કેટલાક માથા ફરેલ અને વિચિત્ર હરકતો કરતા તેમનો ભોગ અન્ય સાધુઓ અને સામાન્ય પ્રજા બનતી હોય છે. તાજેતરમાં જ ગિરનારના મેળામાં એક નાગા સાધુએ ઉત્પાત મચાવતા પોતાના પાલતુ વાનર વડે શ્રદ્ધાળુઓને બચકા ભરાવ્યા હતા અને હેરાન કર્યા હતા. ગત જાન્યુઆરી મહિનાના અંતમાં નાગા સાધુ શિવગીરીએ જાહેરમાં તલવાર લહેરાવીને સામાન્ય નાગરિકોને ફટકાર્યા હતા. આ સાધુ સામે ૨૦૧૮થી ૨૦૨૬ સુધીમાં ભવનાથ પોલીસ મથકે કુલ ૬ ગુના નોંધાયેલા છે, તેનો વીડિયો સામે આવતા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનો ગેરકાયદેસર આશ્રમ તોડી પાડવામાં આવ્યો હતો.

જેમાંથી ૫૦ જેટલા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. ત્યારે ઓથોરિટીએ તેને જાન્યુઆરી મહિનાના અંતમાં જ ફક્ત જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલા રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કર્યો હતો. શિવરાત્રિના દિવસે તેને જૂનાગઢમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, વર્ષમાં ફક્ત એક વખત શિવરાત્રિમાં સાધુને ભવનાથમાં ઉપસ્થિત રહેવું જરૂરી છે. વર્ષમાં એક જ દિવસ તેના માટે મહત્વનો છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તેને આચરેલા કૃત્યો કરતા પહેલા પરિણામ વિશે તેને વિચારવું જાેઈતું હતું. જાે કે, તેના વકીલે જણાવ્યું હતું કે, તડીપારનો ર્નિણય યોગ્ય નથી. તેની સામે ૨૦૧૮થી ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા ૬ કેસમાંથી ૩ કેસમાં તે નિર્દોષ છૂટ્યો છે.

તડીપાર માટે તેને નોટિસ ૨૮, જાન્યુઆરીએ આપીને ૨૯, જાન્યુઆરીએ સુનાવણી કરી દેવાઈ હતી. તેની ઉપર બાકીના જે ત્રણ કેસ બચ્યા છે તે સામાન્ય ઇજા કરવાના છે. અરજદાર નાગા સાધુ દર વર્ષે શિવરાત્રિના મેળામાં સવા લાખ રુદ્રાક્ષ ધારણ કરી જૂનાગઢમાં તપ કરે છે. કોર્ટ મેરીટ ઉપર તેઓને સાંભળે. તડીપારના હુકમ વિરુદ્ધ અપીલ કરાતા તેમને ૧૭, ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તંત્ર ઇછી રહ્યું છે કે અરજદાર નાગા સાધુ શિવગીરીના કૃત્યોને જાેતા શિવરાત્રિના મેળામાં તે જૂનાગઢમાં હાજર રહે નહીં. આ ર્નિણય તેના વર્તન પરથી લેવામાં આવ્યો છે.

તે જ્યાં હોય ત્યાં રહીને જ ભગવાનની ભક્તિ કરે, હાઇકોર્ટે તેને શિવરાત્રિ પૂરતો પણ રાહત આપવાનો ઇનકાર કરીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. ઉલ્લેખનીય છે કે નાગા સાધુ શિવગીરી ઉપર ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભવનાથ પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તેને લોખંડની તલવાર લઈને સુદર્શન તણાવ પાસે જાહેરમાં ઉત્પાત મચાવતા જાહેરનામાનો ભંગ કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેને ગુનાની કબુલાત કરતા તેને ૫૦૦ રૂપિયાનો દંડ કરીને છોડી દેવામાં આવ્યો હતો. ૨૦૨૩માં ભવનાથ પોલીસ મથકે તેની ઉપર ૈંઁઝ્રની કલમ ૩૦૭ મુજબ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. તેણે તે વર્ષે યોજાયેલા શિવરાત્રિના મેળામાં તલવાર લઈને અન્ય સાધુઓને હેરાન કરતો હતો. ત્યારે એક સાધવીએ તેને તેવું કરવાની ના પાડતા આ માથાભારે નાગા સાધુએ તેના પેટના ભાગે તલવાર મારી દીધી હતી. સાધ્વીને હોસ્પિટલમાં દાખલ કરતા, ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.