Gujarat

ગુજરાત યુનિ.માં ભરતી પરીક્ષાના એક દિવસ પહેલા NSUIનું વિરોધ પ્રદર્શન

ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદમાં આવી છે. આવતીકાલે ૧૩૦ જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ NSUI દ્વારા આવી છે.

NSUIએ આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને મળતિયાઓ અને સંબંધીઓને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જાે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકીને વિરોધ કરતા પોલીસે NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

વિવિધ ૩૬ પદો પર ૧૩૦ જેટલી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં ત્યારથી જ અનેક વિવાદ ચાલી રહ્યા છે. એક-એક ઉમેદવારોને માન્ય ગણવામાં આવતા NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મળતિયાઓને સેટ કરવા જ ભરતી થઈ રહી છે. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ કુલપતિએ સબ સલામત હોવાનો દાવો કર્યો હતો પરંતુ, જે બાદ ૪ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી. તે બાદ પણ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત ૪૦ વર્ષની વયમર્યાદા બદલીને ૪૫ વર્ષની કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી

જેથી NSUI દ્વારા ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાેકે, NSUI દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર રજા આપી દેવામાં આવી હતી. તેમજ તમામ ગેટ બંધ કરી પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. ભરતી પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ, NSUIએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી છે.

પોલીસે ૫ લોકો યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું

ભરતી પ્રક્રિયા રદ કરો અને કુલપતિ રાજીનામું આપે એવા નારા સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર જ પોલીસે તેમને વિરોધ કરતા અટકાવી દીધા હતા. જ્યાં કેમ્પસમાં જવા માટે NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કુલપતિ ઓફિસમાં હોવા છતાં જવા દેવામાં ન આવતા હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે ૫ લોકો ગુજરાત યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું હતું.

પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી

રજૂઆત સાંભળવા માટે કુલપતિ કે રજીસ્ટ્રાર હાજર ન હોવાથી ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા હતા. NSUIના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને કરતો બંધ કરી વિરોધ દર્શાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, NSUIના કાર્યકર્તાઓને અટકાવવા જતા પોલીસે અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જાેકે, બાદ પોલીસે દ્ગજીેંૈંના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કેટલાક NSUI ના કાર્યકર્તાઓને બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઉપાડી લઈને અટકાયત કરીને લઈ ગયા હતા.

સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલાયા

NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ફરીથી પ્રક્રિયા જાહેર કરી તેમાં ખાસ લોકોને સેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખોટી રીતે થઈ રહી છે ત્યારે કુલપતિ જૂઠું બોલી રહ્યા હતા પરંતુ, કુલપતિ સવારે જૂઠું બોલે છે અને સાંજે સાચી હકીકત બહાર આવે છે. જેમાં ચાર જેટલી પોસ્ટ માટેની ભરતી રદ કરવામાં આવે છે. હજુ પણ અમે આક્ષેપ કરીએ છીએ કે, સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ખાસ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલી દેવામાં આવ્યા છે.

યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા

વધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવી જાેઈએ અને નવેસરથી પડતી પ્રક્રિયા શરૂ કરવી જાેઈએ. જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે, તેમની વાત સાંભળવામાં આવે તેવી પણ માંગણી છે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કુલપતિનું પેપર ફૂટી ગયું છે. તેમને પસંદગી માટે જે નામ નક્કી કર્યા છે તે યાદી પણ અમારી પાસે આવી ગઈ છે. તેમનો પાપનો ઘડો બહાર ન આવે તે માટે તમામ લોકોને જાહેર રજા આપી દેવામાં આવી છે તેમજ પોલીસને ઉતારી ગુજરાત યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ જાે કુલપતિ સાચા હોય તો અમારી રજૂઆત સાંભળી અને અમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપે એવી અમારી માંગ છે.