રાજકોટ કોઠારીયા સોલવન્ટ ફાટક પરથી ઓટો રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર તા.૧૪/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા ને મળેલ હકીકત આધારે કોઠારીયા સોલવન્ટ ફાટકથી હુશેની ચોક તરફ જતા રસ્તા ઉપર ઓટો રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. કરણ ગોવિંદભાઇ પરમાર રહે.ભગવતપરા વાછરા રોડ ગોંડલ જી.રાજકોટ (૧) દેશી દારૂ લીટર-૩૦૦ કિ.રૂા.૬૦,૦૦૦ (૨) બજાજ મેક્ષીમા ઓટો રીક્ષા નં.GJ-03-CT-4645 કિ.રૂા.૧,૫૦,૦૦૦ કુલ કિ.રૂા.૨,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


