Gujarat

રાજકોટ મહિન્દ્રા સ્કોર્પીઓ કાર માંથી બીયરના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ મહિન્દ્રા સ્કોર્પીઓ કાર માંથી બીયરના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદિપસિંહ જાડેજા તથા વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ખરેડી ગામ અને મધરવાડા ગામ વચ્ચેના રોડ પર આવેલ પાણીના સંપની સામે રોડ ઉપરથી મહિન્દ્રા સ્કોર્પીઓ કાર માંથી બીયરના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) વનરાજભાઇ આંબાભાઇ પરબતાણી જાતે.કોળી ઉ.૨૫ રહે.નવાગામ છપ્પનીયા કવાટર રાજકોટ મુળ-જેપુર ગામ તા.વાકાનેર જી.મોરબી (૨) રામજી ઉર્ફે રામો બાલાભાઈ સોલંકી જાતે-કોળી ઉ.૩૪ રહે-કુવાડવા ગામ આંબલી વાળી શેરી રાજકોટ. ભારતીય બનાવટના બીયરના ટીન કુલ નંગ-૨૧૬ કિં.રૂા.૪૭,૫૨૦ કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીઓ કાર કિં.રૂા.૭,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૭,૪૭,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260130-WA0050.jpg