Gujarat

રાજકોટ મવડી પાળ રોડ તરફથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ મવડી પાળ રોડ તરફથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૭/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, યુવરાજસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે મવડી પાળ રોડ તરફ રામ વિલા પાર્ટી પ્લોટ પાસે જાહેર રોડ ઉપરથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) રૂત્વીક દિપકભાઇ સોજીત્રા ઉ.૨૨ રહે.કોઠારીયા રોડ માધવપાર્ક શેરીનં.૬ રાજકોટ (૨) અભિ જયંતિભાઇ ખાનપરા ઉ.૩૦ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક અલય વાટીકા શેરીનં.૩ બ્લોક નં.૫૬ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦ તથા મારૂતી સ્વીફટ કાર નં.GJ-03-KH-4379 કિ.રૂા.૪,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૬,૬૩,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260307-WA0037.jpg