સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવતા President’s Medal for Distinguished Service (PSM) માટે ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારી-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી પસંદ થયેલા 19 પોલીસકર્મીઓમાં એક અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ કક્ષાના, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, એક ઈન્સ્પેક્ટર, બે આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર/સબ ઈન્સ્પેક્ટર કક્ષાના તથા અન્ય સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર કરાયેલી President’s Medal for Distinguished Serviceની યાદીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 19 પોલીસકર્મીઓને મળેલું આ સન્માન રાજ્યની પોલીસ સેવામાં તેમની લાંબા સમયની વિશિષ્ટ અને સમર્પિત કામગીરીની નોંધ તરીકે જોવામાં આવે છે.

