Gujarat

લાલપુરમાં રોલર અને JCBથી કાર્યવાહી જથ્થાની કિંમત ₹2.25 કરોડથી વધુ

જામનગર જિલ્લાના લાલપુરમાં ચાર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા 42,523 બોટલ ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો. જથ્થાની કુલ કિંમત ₹2,25,59,315 હતી.ઢાંઢર નદીના કાંઠે સરકારી સમિતિના અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં રોલર તથા JCBથી દારૂનો નાશ કરાયો.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિંમ રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ કાર્યવાહી થઈ. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન પકડાયેલા દારૂનો કોર્ટની મંજૂરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી બાદ નાશ કરાયો.

લાલપુર પોલીસ સ્ટેશનના 33,023, જામજોધપુરના 1,346, શેઠવડાળાના 7,905 અને મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના 249 બોટલનો નાશ કરાયો.કાર્યવેળાએ લાલપુર વિભાગના પોલીસ અધિકારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તથા સરકારી સમિતિના સભ્યો હાજર રહ્યા.