Gujarat

ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર-૪૮ પર લુવારા નજીક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના

ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર-૪૮ પર લુવારા નજીક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હાઈવે પર દોડતા ટેન્કરમાં આગ ભભૂકતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, ટેન્કરચાલકની સમયસૂચકતા અને એક કારચાલકની મદદને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હજીરાથી રનોલી તરફ જઈ રહેલું એક ટેન્કર નેશનલ હાઈવે નંબર-૪૮ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન લુવારા નજીક પહોંચતા જ ટેન્કરમાં કોઈ અજાણ્યા કારણોસર અચાનક આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતાં જ ચાલકે ગભરાયા વગર સમયસૂચકતા વાપરી હતી અને તાત્કાલિક ટેન્કરને માર્ગની સાઈડમાં ઊભું રાખી દીધું હતું. ટેન્કરચાલકની સતર્કતાને કારણે હાઈવે પર પસાર થતાં અન્ય વાહનોને મોટું જાેખમ ઊભું થતું અટક્યું હતું. દરમિયાન ટેન્કરમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જાેઈ ત્યાંથી પસાર થતા એક કારચાલકે પણ માનવતા દાખવી હતી. કારચાલકે પોતાનું વાહન રોકી મદદ માટે આગળ આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે હાઈવે પર ટ્રાફિકની વચ્ચે ટેન્કરમાં આગ લાગવી ગંભીર જાેખમ ઊભું કરી શકે તેવી ઘટના હતી. જાે ટેન્કરચાલકે સમયસર વાહન સાઈડમાં ન લીધું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલ ટેન્કરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જાેકે, ચાલકની સમજદારી અને અજાણ્યા કારચાલકની મદદના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.