Gujarat

જેસરના બીલા ગામે રહેણાક વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યુ

જેસર તાલુકાના બીલા ગામે રહેણાક વિસ્તારમાંથી એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગની ટીમે આ કામગીરી કરી હતી.

અજગર દેખાતા સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક અજગરને પકડી લીધો હતો

રેસ્ક્યુ કર્યા બાદ, અજગરને સુરક્ષિત રીતે માલણ નજીકના કાંઠા વિસ્તારમાં તેના કુદરતી આવાસમાં છોડી દેવામાં આવ્યો હતો.