રાજકોટ અપહરણ/દુષ્કર્મ તથા એટ્રોસીટીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ શહેર તા.૧/૨/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે P.I ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસનાં આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. IPC કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ-૩(૧)૧૦, ૧૧ તથા ૩(૨)૫ મુજબનો ગુન્હો તા.૧૬/૧૦/૨૦૧૩ ના રોજ દાખલ થયેલ હોય જે ગુન્હાના કામના નાસતા-ફરતા આરોપીને બગોદરા ગામ જી.અમદાવાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ગાંધીગ્રામ પો.સ્ટે. રાજકોટ શહેરનાઓને સોંપવા તજવીજ કરેલ છે. રાલુસીંગ ભાંભોર ઉ.પર રહે.બીમરોલ તા.સરદારપુર જી.ધાર.મધ્યપ્રદેશ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


