Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.

રાજકોટ શહેર તા.૨૫/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં આર.જી.પઢીયાર તથા વી.વી.ધ્રાંગુ ના માર્ગદર્શન હેઠળ તા.૨૪/૧/૨૦૨૬ ના રોજ SOG શાખાના ફિરોજભાઈ રાઠોડ તથા દિગ્વિજયસિંહ ગોહિલ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર કેનાલ રોડ નવા કુંભારવાડા શેરીનં.૧૨/૯ ના ખુણે જાહેરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરજ રાજુભાઈ રાય ઉ.૨૬ રહે.નવા કુંભારવાડા શેરીનં.૧૨ રાજકોટ મુળ રહે.તેલીપરા તા.પાંડવા જી.હુગલી પશ્ચીમ બંગાળ. માદક પદાર્થ ગાંજો ૨.૦૭૭ કિ.ગ્રા. કિ.૧,૦૩,૮૫૦ કુલ કિં.૧,૧૪,૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260125-WA0038.jpg