Gujarat

રાણ આરોગ્ય કેન્દ્રને NQAS એવોર્ડ મળ્યો

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું રાણ આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડથી સન્માનિત થયું છે. આ કેન્દ્ર જિલ્લાનું એકમાત્ર PHC છે જેને આ સન્માન મળ્યું છે.રાણ આરોગ્ય કેન્દ્રને ૨૦૧૯માં પણ આ એવોર્ડ મળ્યો હતો.

આ વખતે કેન્દ્રએ ૯૬% ગુણવત્તા સાથે સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, જે તેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ દર્શાવે છે.આ સિદ્ધિ ઓપીડી, ઇન્ડોર, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન જેવા ૬ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરીના કારણે મળી છે. આ પ્રદર્શનથી દ્વારકા જિલ્લાને રાજ્યસ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે.