ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની આપવા મામલે રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં પેટ્રોલ – ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ હવે તેમનો રામદેવપીર ચોકડી પાસે આવેલા એચ.પી.ના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ 48 કલાક માટે બંધ કરવાનો આદેશ અપાયો છે. જેને પગલે હાલ આ પેટ્રોલ પંપ બંધ છે.
શહેરના રામદેવપીર ચોકડી પાસે આવેલા HP પેટ્રોલ પંપના મેનેજર અર્જુનભાઈએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ ચુડાસમા સામે ખોટી FIR દાખલ થયા બાદ HPCL દ્વારા તેમનો ખુલાસો પૂછવામાં આવેલો છે અને તેમના નામે નોંધાયેલા આ પેટ્રોલ પંપ ઉપરથી 48 કલાક માટે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
કોઈપણ જાતનું લાયસન્સ સસ્પેન્ડ થયું નથી. અમને પૂછેલો ખુલાસો HPCL માં કરી દેવામાં આવ્યો છે. જેથી એક બે દિવસમાં નિર્ણય આવી જતા ફરી પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ થઈ જશે.

