પલસાણામાં 53 વર્ષીય વેપારી મનસુખભાઈ જેઠાભાઈ પટેલ (રૂડાણી)નું અચાનક નિધન થયું છે. તેઓ મૂળ કચ્છના રામપર (રોહા) ગામના વતની હતા. હાલ તેઓ પલસાણા બલેશ્વર રોડ પર અવઘ કિબર્લી, બંગલા નંબર 118-119માં રહેતા હતા. મનસુખભાઈ પલસાણાની વૃંદાવન સોસાયટી પાસે આવેલી અમરદીપ ટ્રેડર્સ નામની પોતાની દુકાનમાં બેઠા હતા. આ દરમિયાન તેઓ અચાનક ખુરશી પરથી નીચે પડી ગયા.
આસપાસના લોકો તેમને સારવાર માટે લઈ ગયા, પરંતુ તેમનું મોત થયું હતું. પલસાણા પોલીસે આ ઘટના અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મહિલા ASI સુફિયાબાનું એમ. વડદરીયા આ કેસની તપાસ કરી રહ્યા છે. મનસુખભાઈ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વેસ્મા વિભાગના સભ્ય હતા. પોલીસ તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.

