Gujarat

રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન બહાર કાચની સોડા બોટલોના છુટ્ટા ઘા કરી નાશી જનાર ઇસમોને પકડી પાડતી સર્વેલન્સ સ્કોર્ડ ટીમ.

રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન બહાર કાચની સોડા બોટલોના છુટ્ટા ઘા કરી નાશી જનાર ઇસમોને પકડી પાડતી સર્વેલન્સ સ્કોર્ડ ટીમ.

રાજકોટ શહેર તા.૧૯/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગેઇટની સામેના ભાગે બે અલગ અલગ ટુ વ્હીલર ઉપર આવેલ અજાણ્યા ઇસમો કાચની સોડા બોટલોના છુટ્ટા ઘા કરી જાહેર મીલ્કતમાં નુકશાન કરવાનો પ્રયત્ન કરી બેદરકારી ભર્યું કૃત્ય કરી નાશી ગયેલ હોય જે બનાવ બન્યા અંગેની જાણ થતા તાત્કાલીક સર્વેલન્સ સ્કોડના માણસો બનાવની ગંભીરતાને લઇ આ અજાણ્યા ઇસમો અંગેની માહીતી મેળવી ઉપરી અધીકારીઓને જાણ કરતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા બનાવના આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સુચના આપેલ હોય, જેથી અમો એસ.આર.મેઘાણી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના વી.ડી.રાવલીયા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ, જે દરમ્યાન સર્વેલન્સ સ્કોર્ડના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી રાજકોટ શહેરમાં લગાવવામાં આવેલ આઇ-વે પ્રોજેકટના અલગ અલગ CCTV ફુટેજ તેમજ પોલીસ સ્ટેશનના CCTV ફુટેજો ચેક કરતા અજાણ્યા મોટરસાઇકલ ચાલકોની ઓળખ મેળવી હકીકત આધારે આરોપીઓને ગણત્રીની કલાકમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ. (૧) અજય ઉર્ફે સદામ બીપીનભાઇ મહેતા ઉ.૨૬ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક બસ સ્ટેન્ડ સામે રાજકોટ (૨) વિશાલ રાજુભાઇ ગોહીલ ઉ.૨૧ રહે,૧૫૦ રીંગ રોડ શીતલ પાર્ક પાસે મનહરપુર-૨ રાજકોટ (૩) જેનીશ ઉર્ફે માજન હર્ષદભાઇ માંડલીયા ઉ.૨૦ રહે.સુન્દરમ શીલ્પ એપાર્ટમેન્ટ બી વિંગ બ્લોક નં.૩૦૨, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ (૪) જય પ્રભાતભાઇ ખાંભરા ઉ.૨૦ રહે.પંચશીલ સોસાયટી શેરીનં.૧૧ રાજકોટ (૫) કરણ રાજુભાઇ પરમાર ઉ.૨૪ રહે.પરાસર પાર્ક શેરીનં.૨ જામનગર રોડ રાજકોટ. એકસેસ મોટરસાઇકલ ન.GJ-03-PH-4352 કિ.૫૦,૦૦૦ મહીન્દ્ર થાર ગાડી નં.GJ-03-PJ-0022 કિ.૧૦,૦૦,૦૦૦ કુલ.કિ.૧૦,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260120-WA0013.jpg