Gujarat

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ટેન્કર-કાર અકસ્માત

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ધ્રોલના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું.

મૃતક યુવાનની ઓળખ ધ્રોલના 26 વર્ષીય અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી તરીકે થઈ છે, જે શાકભાજીનો વેપાર કરતા હતા. તેઓ પોતાના પરિવારના કામ અર્થે રાજકોટ ગયા બાદ GJ 10 DE 4284 નંબરની કારમાં પરત ફરી રહ્યા હતા.

આ ઘટના સાંજે જાયવા ગામના પાટિયા પાસે બની હતી. અરબાઝની કાર GJ-3 BW 1516 નંબરના ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર રોડ પરથી નીચે ઉતરી ગયું હતું, જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માત બાદ રસ્તા પર એકઠા થયેલા લોકોએ કારચાલક અરબાઝને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.