Gujarat

વડોદરાની MSUમાં તાલીમ પામેલી ટીમ ઈન્ડિયાનો IESO-2026માં દમદાર દેખાવ

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં તાલીમ પામેલા ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ ઇટાલીના ટ્યુરિન ખાતે યોજાયેલી 19મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO-2026)માં ભારતનું નામ રોશન કર્યું છે. 20થી 27 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કુલ 9 મેડલ—4 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેળવ્યા છે.

સાયન્સ પ્રોજેક્ટ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ટીમ ઈન્ડિયામાં સૌમિક મંડલ, એરોન મૈતી, રિદ્ધિ રંજન અને એમ.ડી. એહતેશામ રિઝવીનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓએ લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય ટીમ ફિલ્ડ ઈન્વેસ્ટિગેશન તથા અર્થ સાયન્સ પ્રોજેક્ટ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. IESOમાં ભૂસ્તરશાસ્ત્ર, ભૂભૌતિકશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર, સમુદ્રવિજ્ઞાન, પૃથ્વી આધારિત ખગોળશાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાન સહિત અર્થ સાયન્સના વિવિધ ક્ષેત્રોની કસોટી લેવામાં આવે છે.

17 હજાર વિદ્યાર્થીઓમાંથી મેરિટના આધારે પસંદ ટીમ ઈન્ડિયાની પસંદગી અને તાલીમ માટેનો વિશેષ કાર્યક્રમ 20 મેથી 11 જૂન 2026 દરમિયાન MSU બરોડાના ફેકલ્ટી ઓફ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ જિયોલોજીમાં યોજાયો હતો. આ માટે 17 હજાર વિદ્યાર્થીઓમાંથી મેરિટના આધારે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્રણ સપ્તાહના સઘન તાલીમ કાર્યક્રમમાં MSUના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો ઉપરાંત દેશની અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી.