ડીસા તાલુકાના માલગઢથી ડીસા તરફ જતા રસ્તા પર બનાસ નદીના કિનારે ગટરના પાણીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાણીમાં ફૂલી ગયેલો અને દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ તરત જ ફાયર-ફાઇટર ટીમ અને પોલીસને જાણ કરી હતી
માહિતી મળતા જ ડીસા ફાયર-ફાઇટર ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ડીસાની સિંધિ કોલોનીમાં રહેતા આકાશભાઈ રમેશભાઈ ઠાકોર તરીકે થઈ છે. ડીસા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

