વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મશીનરી રેન્ટલનો વ્યવસાય કરતા વેપારી પાસે ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન તૈયાર કરાવ્યા બાદ દંપતીએ 27.14 લાખની ચુકવણી ન કરીને છેતરપિંડી આચરી હતી. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં દંપતી સામે ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો વડોદરાના જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર ટાઉનશિપમાં રહેતા વિશ્વજીતસિંહ ધનશ્યામસિંહ અસવારે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી અલકાપુરી ખાતે કે.એમ.એસ. રેન્ટલ્સ એન્ડ મેનપાવર સર્વિસીસ નામે મશીનરી રેન્ટલનો વ્યવસાય કરે છે.
આ ઉપરાંત નડિયાદના દાવળા ચોકડી નજીક આવેલી કે.વી.એસ. સેલ્સ સર્વિસ મશીનરી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ઓર્ડર મુજબ મશીનરીનું ઉત્પાદન અને ભાડે આપવાનું કામ કરે છે.
27.14 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો તા. 25 જાન્યુઆરી, 2026ના રોજ ફરિયાદીને તેમના મોબાઇલ નંબર પર વોટ્સએપ અને ઈ-મેઇલ મારફતે એ એન્ડ ટી એન્ટરપ્રાઇઝ તરફથી ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો હતો. કંપનીના સંચાલક દંપતી ચેતનાબેન અને ભાવેશભાઈ પટેલ (રહે. 42, આદર્શ કોમ્પ્લેક્ષ, ગામ ખત્રાજ, મહેમદાવાદ રોડ, જિલ્લો ખેડા) દ્વારા 27.14 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

